Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખરાબ રસ્તાને લીધે ટેન્કરે કાબુ ગુમાવી બાઇકને ટક્કર મારી : 16વર્ષના બાળકનું મોત

Share

દહેજના રિલાયન્સ રોડ પર પર બનેલી ઘટના : અન્ય એકને ઇજા
ભરૂચ.
દહેજના ટાવર ફળિયામાં રહેતાં સંજય માધવ વાળંદ સવારે તેમની બાઇક પર તેમના સાઢુભાઇના 16 વર્ષિય પુત્ર હિમાંશુ નરેન્દ્ર વાળંદને બેસાડીને વાડિયા પાણીની ટાંકી પાસે આવેલી રાજસ્થાન સ્વિટની દુકાનમાં નાસ્તો લેવા માટે ગયાં હતાં. જ્યાંથી નાસ્તો લીધાં બાદ  તેઓ પરત ઘરે જઇ રહ્યાં હતાં. તે વેળાં દહેજ રિલાયન્સ રોડ તરફનો રસ્તો ખરાબ હોવા છતાં એક ટેન્કર ચાલકે તેનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાઇ જઇ જમીન પર પટકાયાં હતાં. જેના કારણે 16 વર્ષીય હિમાંશુના માથા પરથી ટેન્કરના વચ્ચેના બે ટાયર ફરી વળતાં તેનું માથું ચકદાઇજતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનામાં સંજય વાળંદને પણ નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટેન્ક રચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નર્મદા LCB પોલીસે રાજપીપળામાં મોટરસાઇકલ પર સપ્લાય કરતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.

ProudOfGujarat

પાલેજ પંથક માં ધોધમાર ૨ ઈંચ જેવો વરસાદ.આગોતરા વાવેતર કરેલા ખેતરો માં પાણીની આવક થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!