Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંઘવી ઓર્ગેનિકમાં આગથી સંજાલી ગામના લોકોને વિસ્થાપિત થવાની નોબત : સંદિપ માંગરોલા

Share

ભરૂચ.

આજે વહેલી સવારે સંઘવી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાથી સંજાલી ગામમાં ગામજનોને વિસ્તાપિત થવાની નોબત આવી ગઈ હતી. આદિવાસી સમાજના ફળિયામાં પણ લોકોએ તાત્કાલિક પોતાનાં ઘરો છોડી બહાર નીકળવું પડ્યું. આ બાબતની જાણકારી મેળવ્યા બાદ કોગ્રેસ ના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા અને જિલ્લા આગેવાનો જ્યારે સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી તો ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે સરકારી એજન્સીના અધિકારી હાજર નહોતા. ફક્ત ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ હાજર હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અધિકારીઓની આ બેદરકારી અને ભ્રષ્ટાચાર ભરી વર્તણૂકના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેના ફલસ્વરૂપે, આ વિસ્તારના લોકોમાં હંમેશા ભય અને અનિશ્ચિતતા ફેલાયેલી છે.

Advertisement

આજે આ પરિસ્થિતિને નિહાળીને અને ગ્રામજનોની ફરિયાદો સાંભળીને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા સાથે જીલ્લા કોંગ્રેસના આગેવાનો જેમ કે નાજુભાઈ ફડવાલા, ઇકબાલભાઈ ગોરી, સંજયસિંહ રાજ,ભૂપેન્દ્રભાઈ જાની, જીવનભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા.


Share

Related posts

ભરૂચ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨ મો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!