Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજમાં બકરી ચોરતો જંબુસરનો રીક્ષા ચાલક ઝબ્બે

Share

ભરૂચ.

ભરૂચ તાલુકાના પાલેજ ગામે જુમા મસ્જીદ પાસે રહેતો દાઉદ ઇબ્રાહીમ પઠાણ પશુપાલન તેમજ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચાલવે છે. સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં તેઓ તેમના 6 બકરા-બકરીઓ લઇને સરકારી દવાખાનાની પાસે આવેલાં ખુલ્લી જગ્યામાં ચરાવા લઇ ગયાં હતાં. જ્યારે તેઓએ ત્યાં નજીકમાં જ ઉભા હતાં. અરસામાં એક રિક્ષા ચાલકે ત્યાં આવી પોતાની રીક્ષા ઉભી રાખી હતી. આસપાસમા ચાલતી હિલચાલ પર નજર રાખી તકનો લાભ ઉઠાવી તેમની બકરીઓ પૈકીની એક બકરી રિક્ષામાં ભરીને ત્યાંથી ભાગવાની કોશિષ કરી હતી. જોકે, ગામના અન્ય લોકોએ તેમજ પશુપાલકે મળી તેને ઝડપી પાડી પોતાની એક બકરીને બચાવી હતી. પ્રાથમિક પુછપરછમાં તેનું નામ ઇદ્રીશ ગુલામ અસુલ કુરેશી (રહે. ભાંગલીવાડ, જંબુસર) હોવાનું માાલુમ પડ્યું હતું. લોકોએ તેને રોકવા જતાં તેણે તેમની સાથે પણ તેણે ઝઘડો કરી ધાકધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરાના સાંસદ પ્રભાતસિંહના પુત્ર  પ્રવિણસિંહ ચૌહાણનો નશ્વરદેહ પંચમહાભુતમાંં વિલીન.

ProudOfGujarat

ગોધરા શહેરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ બે જીમ સંચાલકો સહિત 15 લોકોની અટકાયત.

ProudOfGujarat

અંકલેશ્વર : માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રકની ગ્રામજનો શંકા થતાં જ કચરો ઠાલવે તે પૂર્વે જ ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!