જશવંતભાઈ છગનભાઈએ પોતાના ૧ હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તેઓ તેમના મુખ્ય પાકમાં દાડમ અને આંતરપાકમાં તુવેર, રીંગણ, કાકડી જેવા પાકો લઈ રહ્યા છે. આ ૧ હેક્ટરનાં ખેતરમાં તેઓશ્રી એ આંબા, જામફળ, જાંબુ અને નીલગીરી જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મના કોન્સેપ્ટને પણ પરિપૂર્ણ કરે છે.ખેડૂત જશવંતભાઈએ પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતોને અપનાવીને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરી ખેતી કરી છે. તેમણે રાસાયણિક ખાતરોનો વપરાશ બંધ કર્યો છે, સાથે આચ્છાદન પદ્ધતિથી પાણીની પણ બચત કરી રહ્યા છે. આ પદ્ધતિથી માટીની ગુણવત્તા સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે.ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી થી ખેડૂતો માત્ર આવક વધારી શકે છે એટલી મર્યાદીત નહી પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે.
