Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપી પાડ્યો હતો.

Share

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસ.એસ.નો જથ્થો પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી એસ.એસ.ના પાઇપ,રિંગ,વાલ્વ સહિત 123 કિલો ભંગાર મળી આવ્યો હતો.પોલીસે 49 હજારથી વધુના મુદ્દામાલ અંગે ભંગારી રાકેશ ગુપ્તાની પૂછપરછ કરતા આ જથ્થો સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામના ઈસમો રિક્ષામાં ભરી આવ્યા હતા.જે ભંગાર સસ્તું હોવાથી બંને ઈસમો પાસેથી વેચાણ લીધું હોવાની ભાંગરિયાએ કબૂલાત કરી હતી.પોલીસે હાલ તો ભંગારીયા રાકેશકુમાર ગુપ્તાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ટાઇગર શ્રોફનું ‘બાગી 4’ ટ્રેલર હજુ આવ્યું નથી – પણ તે પહેલાથી જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે! જાણો આખી વાર્તા શું છે

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

ભરૂચ સેવાયજ્ઞ સમિતિના પ્રયાસોથી બે અસહાય લોકોને નવજીવન અને સહારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!