Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જિલ્લાના કોસંબા ખાતે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો, 16 સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો

Share

ભરૂચ.

સુરત જિલ્લાના કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીએ તેની કારમાં વસાવા લખેલું બોર્ડ લગાવતાં તેના યુનિવર્સિટી અને બાદમાં અંક્લેશ્વરની ઇએસઆઇસી હોસ્પિટલ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મામલામાં પોલીસે હુમલો કરનારા 15થી વધુ લોકોના ટોળા સામે ગુનોનોંધી તપાસ શરૂ કરી છે.અંક્લેશ્વરના કોસમડી ખાતે રહેતો 19 વર્ષીય તનુજ ફતેસિંગ વસાવા કોસંબા ખાતેની પી. પી. સવાણી કોલેજ બીએસસી કેમેસ્ટ્રીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોઇ તેની ફોર્ચ્યુનર કાર લઇને કોલેજ ગયો હતો. જ્યાંબપોરના ત્રણેક વાગ્યે તેમની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો મંથન પટેલ તેમજ ખુશ ઘઢીયા (રહે. અક્લેશ્વર) તેની પાસે આવી તારી શું ઓકાત છે કે તું ફોર્ચ્યુન કાર ફેરવે છે.આ વસાવા મારેલ બોર્ડ ગાડમીમાંથી કાઢી નાંખજે નહીં તો કોલેજની બહાર કાઢી માર મારી તેવી ધમકીઓ આપી તેને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. અરસામાં તેના અન્ય સાથીઓ દિપ શિયાણી, તિર્થ પટેલ, મિત તાધાણી, વેદ, વિશ્વ પટેલ, ગોપાલ ભરવાડ, ભાવેશ સાટીયા, રૂદ્ધ પટેલ, પરમ પટેલ, ક્રિશ પટેલ, આદિત્ય મનાણી, અમન, રાહુલ વણઝારા, ધ્રુવ ઠાકોરે તેમની સાથે મળી માર માર્યો હતો. અરસામાં તનુજના અન્ય મિત્રો આવી જતાં તેને બચાવી તેઓ તેમની કાર લઇને અંક્લેશ્વરની ઇએસઆઇસી હોસ્પિટલ પાસે આવતાં ખુશ ઘઢીયા તેમજ મંથન પટેલ સહિતના ટોળાએ ત્રણ-ચાર કારમાં ત્યાં આવી પુન: તેને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી માર મારી ઇજાઓ પહો઼ચાડી હતી. બનાવને પગલે તનુજ ફતેસિંગ વસાવાએ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

શુકલતીર્થ મેળામાં ફરવા ગયા બાદ ગુમ થયેલા સામલોદના યુવાનનો કેનાલમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!