જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે સ્વચ્છતા હી સેવા પખવાડિયા ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન યોજાશે. આ અવધિ દરમિયાન નગરજનોને સાથે રાખીને વિવિધ જાગૃતિ કાર્યક્રમો, શ્રમદાન, શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓ માટે સંકલ્પ સમારંભો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અને અન્ય અનેક પ્રવૃત્તિઓ યોજાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તંત્ર અને નાગરિકો બંનેએ મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નગરપાલિકાના સ્વચ્છતા કર્મચારીઓને ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કર્યા હતા. આ સન્માન દ્વારા તેમને વધુ પ્રેરણા મળી અને અન્ય સૌને પણ આ અભિયાનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
આ તકે, જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અંગેનું નાટ્ય પ્રદર્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ પડાવરૂપે શ્રમદાન કરી એક પેડ મા કે નામ અંર્તગત વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, સુરત ઝોનના પ્રાદેશિક કમિશનર એસ.ડી.વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને નગરપાલિકાના પ્રમુખશ્રી વિભૂતીબા યાદવ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારીશ્ર તથા અન્ય અધિકારીશ્રીઓ કર્મચારીગણ તેમજ સફાઈ કામદારો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
