Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

સમગ્ર રાજ્યમાં  2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી.આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ,શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, નગર સેવક સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ

Advertisement

લલિતા રાજપુરોહિત- પ્રમુખ, અંકલેશ્વર નગર સેવા સદન


Share

Related posts

રૂપાણી સરકારે પાણી પરનો ચાર્જ વધારી પ્રજાને પડતા પર પાટુ માર્યું : પાણીનાં ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરાયો.

ProudOfGujarat

સાણંદમાં પ્રેમલગ્ન કરનારી બહેનને રહેંસી ભાઇએ બનેવીનું ઢીમ ઢાળી દીધું…

ProudOfGujarat

દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના પટમાં જવા પર પ્રશાસને મુક્યો પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!