ભરૂચ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો. આ અવસરે, સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો, મહાનુભાવોના સહયોગથી “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે. આ તકે, પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન, શિક્ષકો, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ, પ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈ, મહિલા અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫”ને સફળ બનાવવામાં આવ્યો હતો.
