ભરૂચ
સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાન અન્વયે તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરી, આંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી. તેમજ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં શહેરો અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળો, જાહેર સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
