Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છ ભારત મિશન’ ઉજવણી અન્વયે શાળાઓમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું

Share

ભરૂચ 
સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.  ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખનચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.   સ્વચ્છતા અભિયાન અન્વયે તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરીઆંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી. તેમજ એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં શહેરો અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળોજાહેર સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

વડોદરા : કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના બિતાડા/મોવીથી નસારપોર વિભાગનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડના ખર્ચે નિર્માણ પામશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!