જીઆઇડીસી પોલીસ દ્વારા ઓવરલોડ ડમ્પર પાસે રોયલ્ટી પાસ માંગતા તે પણ માં મળી આવતા ભૂસ્તર વિભાગ ને જાણ કરી હતી. ભૂસ્તર વિભાગ દ્વારા જથ્થો સીઝ કરી તપાસ શરુ કરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન સાથે જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં ઓવરલોડ પસાર થતા ડમ્પર સામે કાર્યવાહી શરુ કરતા વાલિયા ચોકડી નજીક ધામા નાખી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન 4 જેટલા ઓવરલોડ ડમ્પર અટકાવ્યા હતા અને તેના ચાલક પાસે ખાણ ખનીજ વિભાગ રોયલ્ટી પાસ પરમીટ ની માગણી કરતા તે મળી આવી ના હતી. ત્યારે વિના ભૂસ્તર વિભાગ ની મંજૂરી એ ઓવરલોડ ખનીજ ભરી જતા ચારેય ડમ્પર ડિટેઇન કરી આ અંગે ભૂસ્તર વિભાગ ને જાણ કરતા તેમના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વિના પાસ પરમીટ કે રોયલ્ટી ભર્યા વગર ઓવરલોડ રીતે ખનીજ હેરાફેરી કરતા ડમ્પર ચાલકો સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી. ટેમ્પ ડમ્પર ચાલક તેમજ ખનીજ ભરાવી આપનાર સામે તપાસ શરુ કરી હતી. તેમજ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરુ કરી હતી તો પોલીસ દ્વારા પણ આર.ટી.ઓ ના નિયમન ભંગ બદલ કાર્યવાહી શરુ કરી હતી.
