Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિયો પેમેન્ટ્સ બેંકે રજૂ કર્યું ‘સેવિંગ્સ પ્રો’, ગ્રાહકો હવે તેમના વધારાના ફંડ્સ પર 6.5 ટકા સુધીનું વળતર મેળવી શકે છે

Share

ગ્રાહકો તેમની વધારાની બચતને જિયોફાઇનાન્સ એપ દ્વારા સીધા જ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાનમાં ઓટોમેટિકલી ઇન્વેસ્ટ કરીને તેમની ફાજલ લિક્વિડિટી પર ઊંચા વળતર મેળવી શકે છે

મુંબઈ,

Advertisement

22 સપ્ટેમ્બર, 2025 – ઉદ્યોગની સૌપ્રથમ પહેલમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડે ‘સેવિંગ્સ પ્રો’ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ એવી અનોખી સુવિધા છે જેનાથી ગ્રાહકો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાન્સમાં ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થકી તેમના જિયો પેમેન્ટ્સ બેંક ખાતામાં વધારાના સરપ્લસ ફંડ્સથી વધુ વળતર મેળવી શકે છે.

થોડી જ ક્લિક કરીને કોઈપણ જિયો પેમેન્ટ્સ બેંક ખાતા ધારક સેવિંગ્સ પ્રો એકાઉન્ટમાં અપગ્રેડ કરાવી શકે છે. ગ્રાહકોએ તેમની પસંદગીની ચોક્કસ રકમ સેટ કરવાની રહેશે જે પ્રારંભિક લોન્ચિંગના તબક્કા દરમિયાન રૂ. 5,000થી શરૂ થાય છે. ત્યારબાદ તેમના ખાતામાં વધારાના ફંડ્સ જ્યારે નિર્ધારિત કરેલી રકમથી વધી જાય ત્યારે તેને પસંદ કરેલા ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓટોમેટિકલી રોકાણ કરવામાં આવશે જેમાં ઓછું જોખમ રહેલું છે.ગ્રાહકો આ સુવિધા થકી દરરોજ રૂ. 1,50,000 સુધી રોકાણ કરી શકશે. રિડમ્પશન સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકાના અનુસાર પ્રોસેસ કરવામાં આવશે. ગ્રાહકો તેમના રોકાણના 90 ટકા સુધી તરત જ રિડીમ કરી શકે છે જેમાં મહત્તમ ઇન્સ્ટન્ટ રિડમ્પશન લિમિટ રૂ. 50,000 છે. આ રકમથી વધુના ફંડ્સ કામકાજના 1થી 2 દિવસમાં રિડીમ કરવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા સરળ છે અને જિયોફાઇનાન્સ એપ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ છે.

કોઈ જ એન્ટ્રી કે એક્ઝિટ લોડ, છૂપા ચાર્જીસ કે લૉક-ઇન પિરિયડ વિના ગ્રાહકો વધુ વળતર મેળવી શકે છે અને તેમના નાણાં પર સંપૂર્ણ અંકુશ મેળવી શકે છે. ગ્રાહકો લાયક ઠરતા મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ શકે છે, નિર્ધારિત રકમ નક્કી કે સુધારી શકે છે અને તેમના રોકાણ પરના વળતરનું ધ્યાન રાખી શકે છે અને તે પણ સંપૂર્ણપણે પારદર્શકતા સાથે. આ લોન્ચ સાથે જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ ઇશ્વરને જણાવ્યું હતું કે “હળવા થઈ રહેલા વ્યાજ દરોના માહોલમાં આજના નાણાંકીય રીતે જાગૃત ગ્રાહકો તેમની બચતને વધારવા માટે વધુ સ્માર્ટ વિકલ્પો શોધી રહ્યા છે. ‘સેવિંગ્સ પ્રો’ તેમને પરોક્ષ બેંક બેલેન્સને આવકની તકમાં ફેરવીને તેમને સશક્ત બનાવે છે. કોઈ જ પેપરવર્ક વિના, ખર્ચ વિના અને સરળ એક્સેસ સાથે અમે ભવિષ્ય માટેની તૈયાર પ્રોડક્ટ ઓફર કરી રહ્યા છીએ જે આજના ભારતીયો જે પ્રકારે તેમના નાણાં મેનેજ કરે છે તેની સાથે સરળતાથી, સમજદાર રીતે અને ડિજિટલી સંલગ્ન થાય છે.”‘સેવિંગ્સ પ્રો’ એ દરેક ભારતીય માટે નાણાંકીય નિર્ણયો લેવાનું સરળ બનાવવા અને રોકાણ સાથે જોડાયેલ બચત લાવવાની જિયો પેમેન્ટ્સ બેંકની પ્રતિબદ્ધતામાં એક મહત્વનું પગલું છે. અનુભવી અને પહેલી વખતના એમ બંને પ્રકારના રોકાણકારો માટે બનાવાયેલી આ પ્રોડક્ટ સંપત્તિ વધારવા માટે સુરક્ષિત, લિક્વિડ અને વળતરદાયક માર્ગ પૂરો પાડીને લાંબા ગાળે નાણાંકીય સમાવેશકતાને ટેકો આપે છે.


Share

Related posts

પંચમહાલ જિલ્‍લામાં ગ્રામ સ્વરાજ અભિયાનની થનારી ઉજવણી

ProudOfGujarat

ગ્રીષ્મા હત્યા કેસમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ઉત્તરાખંડ : હરિદ્વારમાં 7 મસ્જિદને લાઉડસ્પીકર મુદ્દે 5 હજારનો દંડ ફટકારાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!