પોલીસે રોકડા 10 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
Advertisement
પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામના તળાવની પાળે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે તેમણે તુરંત સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ટીમે જુગાર રમતાં અનવર ઇસ્માઇલ પટેલ, વિજય રામજી ગઢેથરીયા, હનીફ મજીદ ઉમટા, અલ્તાફ ઇસ્માઇલ ખૂણાવાલા, સલીમ ઇસ્માઇલ ડેલવી તેમજ સલાઉદ્દીન અબ્દુલ પટેલ નામના 6 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં ટીમે તેમના અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં મળી 10 હજારથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
