ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસાદને કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૪૯ જેટલા રસ્તાઓ પર મેટલ, કૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં આવ્યા હતા. હાલ વરસાદે થોડો વિરામ આપતા ડામર ફરી પેચની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. વરસાદે થોડો વિરામ આપતા પંચાયત માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે ડામરનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૬ માર્ગ પર ડામર પેચ વર્ક ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને નવરાત્રી દરમિયાન વધુ ડામર પ્લાન્ટ શરૂ કરી પંચાયત વિભાગ હસ્તકના મુખ્ય રોડ આવરી લેવાનું આયોજન પંચાયત માર્ગ અને મકાન વિભાગે કર્યું છે.પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક મેટલ લથી રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. મેટલ, કૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં સાથે હડામર પેચ વર્કની કામગીરીમાં ભોલાવ મક્તમપુર, ઉમરાજ મહુધલ્લા, સરભાણ ઘમણાદ અને સોડગામ ડહેલી સહિત તૂણા ગામને જોડતા માર્ગ પર ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ ડામરથી પેચ વર્ક કરવાની કામગીરી ચાલુ કરતા ગવાહન ચાલકોને રાહત થઈ છે.
