Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

અંકલેશ્વરમાં પત્નીનું મોપેડ પર અપહરણ કરી તેની પાસેથી લૂંટ ચલાવનાર પતિ સહિત બે આરોપીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

મર્ડરના ગુનામાં જામીન પર છુટેલ પતિએ ગડખોલ ગામમાં આવેલ આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્ની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરી હતી.બાદ પત્નીએ પતિને જતા રહેવાનું કહ્યું હતું અને તે શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી હતી તે સમયે પત્ની પાસેથી મોબાઈલ-સ્માર્ટ વોચ કાઢી લઈ એક્ટિવા પર પતિ સહિત અન્ય ઇસમે પત્ની દિવ્યા વસાવાનું મોપેડ અપહરણ કરી લઈ જતો હતો દરમ્યાન વાલિયા ચોકડી નજીક પોલીસ વેન જોતા તે મોપેડ પરથી કૂદી ગઈ હતી અને સમગ્ર હકીકતથી પોલીસને વાકેફ કરી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ રાકેશ વસાવા અને કમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ પણ કબ્જે કર્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ તથા પેરા મિલેટ્રીના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ…

ProudOfGujarat

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત :પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મી ટંડેલ વિજેતા જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!