Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Share

ભરૂચ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી ભરૂચ,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી ભવ્ય ઉજવણી સરસ્વતી વિદ્યાલય ટ્રસ્ટના સહયોગથી વેજલપુર સરસ્વતી વિદ્યાલય ભરૂચ ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાંની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિના પૂજનથી કરવામાં આવી હતી.  કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના સ્વાગત અને સન્માન માટે આયુષ કીટ” આપવામાં આવી હતી. જેમાં સરળ અને અસરકારક આયુર્વેદિય પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી જિલ્લા આયુર્વેદ અધિકારીડોક્ટર આમ્રપાલીબેન આયુર્વેદ એ પ્રાચીન વારસો છે, “સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું સ્વદેશી” શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ.  હવે યુગને અનુરૂપ વિશ્વફલક પર આયુર્વેદ ને લઇ જવા માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. હાલમાં ચાલતા પોષણ માહ અભિયાન આયુષના યોગદાન માટે આયુર્વેદ શાખાભરૂચ દ્વારા બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય અને આયુર્વેદની સમજ મળે તે હેતુસર આયુર્વેદ ની એબીસીડી” “આયુર્વેદ નો ક્ક્કો” અને ૩૦ સુટેવો” વિષયક બેનર પોસ્ટરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદ ના વિવિધ વિષયો પરની પ્રદર્શની અને મહિલા પ્રકૃત્તિ પરિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંદાજે ૨૦૦ થી વધુ લોકોએ પ્રદર્શનીનો લાભ લીધો હતો. તથા બહેનોના પ્રકૃત્તિ પરિક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવી હતી. આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં હાજર લોકોને શરદ ઋતુને અનુરૂપ પિત્તશામક ધાન્યક-મિશ્રેયા પાનકનું પાન કરાવવામાં આવ્યો હતો.


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ પાસેના ખોબલા જેવા નાનકડા નાજુક રમણીય ગામે ત્રણ ત્રણ યુવાનોએ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું.

ProudOfGujarat

દાહોદ ખાતે ખરીદી કરેલ જમીન રેવન્યુ રેકોર્ડ મા ચઢાવા લાચ માંગતા મામલેદાર તથા અન્ય કર્મચારી રંગે હાથ પકડાયા .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!