સમાજ ના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખ માં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે.
સમાજ ના યુવાનો ગાયક, સમાજ વાંજિત્ર વાદક ના સથવારે અસલ પ્રાચીન એક તાળી, બે તાળી ગરબા યોજવામાં આવે છે.
પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગ થી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખી છે.
ગરબા રમનાર, ગાનાર અને ઢોલક પણ ઉભા રહી ને જ કરતા માતાજી ની અનોખી રીતે 9 દિવસ માતાજી ની આરાધના કરવામાં આવે છે.
આધુનિક ગરબા ની ઝાકમઝોર વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે. વ્યવસાયિક અને આધુનિક ગરબા ના આયોજન વચ્ચે શેરી ગરબા ના અસ્તિત્વ જોખમાઈ ગયું છે. જે પુનઃ કોરોના કાળ ના કારણે જીવંત થયું છે. આ વચ્ચે દેશ અને રાજ્ય માં એક માત્ર એવું સ્થળ છે જ્યાં માતાજી ની આરાધના ઉભા ગરબા વડે કરવામાં આવે છે. જે અંકલેશ્વર રાણા સમાજ ના રાણા સ્ટ્રીક ખાતે યોજવામાં આવે છે. 300 વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢી ને આપી રહ્યા છે. ગરબા માં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે. પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે. જે બાજઠ પર વાંસની કામળી ની માંડવી બનાવે છે. જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે. અને કાગળ વડે માંડવી સજવામાં આવે છે. જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિન્હનું સ્થાપન સાથે 3 માળ ની ગોખ માં દરેક માળે માતાજી ની સ્થાપના કરવામાં આવે છે. તેની આરતી કરી સમાજ ના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઇ ગરબા રમે છે. ત્યારબાદ મંડપ માં બનાવેલ માતાજી ના સ્થાનક પર બાજઠ પર તેને બેસાડવામાં આવે છે. અને પ્રાચીન ગરબા ની શરૂઆત કરવામાં આવે છે. જ્યાં સમાજ ના લોકો ગરબા ની રમઝટ ગાય ને બોલાવે છે. અને અસલ મંજીરા ઢોલક, તબલા અને અન્ય સંગીત વાજિંત્ર વગાડી ગરબા ની શરૂઆત કરે છે.જ્યાં સુધી ગરબા પુરા ના થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી. રાત્રી ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજી ની આરાધના કરી આ માંડવી ને સંગીત ના સુરે વાઘેલાવાડ ખાતે સમાજના મોભી ને ત્યાં મૂકી આવે છે. રોજ માંડવી લઇ આવી અને તેને મુકવામાં 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. જે બાદ અંતિમ દિવસે આ માંડવી ને માતાજી ગરબા ઘુમતા ધુમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે.
