Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રૂરલ પોલીસ નેશનલ હાઇવે 48 પરથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે. 

Share

પોલીસે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 17 ભેંસને મુક્ત કરાવી છે. પશુઓની હેરાફેરી માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. રૂરલ પોલીસે ગુનો નોંધી 2 ઈસમની ધરપકડ કરી હતી.જયારે નાય એક ઈસમ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ના જીતાલી સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાય ની માહિતી ના આધારે રૂરલ પોલીસે દ્વારા નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી ને શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 ભેંસ મડી આવી હતી. આરોપી પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. પોલીસે ભરૂચના કહાન ગામના એઝાજ હુસૈન યાકુબ ધારીયા અને વડોદરાના વલણ ગામના સકીલ યાકુબ ભગતની ધરપકડ કરી છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ 1.70 લાખ ની કિંમત ની ભેંસ તેમજ 5 લાખ નો ટ્રક મળી કુલ 6.70 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ભેંસો ને મુક્ત કરાવી ગૌશાળા મોકલી આપી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

ભરૂચ જિ. પં.ની સામાન્ય સભા : ૨૧૨ કરોડથી વધુના ૧૮૫ રોડ-રસ્તાના કામોને બહાલી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની વકી, તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!