દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.
ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી. જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો.આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો. લોકો હાથોમાં તિરંગા લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા અને “ભારત માતા કી જય” તથા “પાકિસ્તાન હાય હાય”ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભરૂચ શહેર જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડાં અને આતશબાજી સાથે ઉજવણી કરી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Advertisement
