Proud of Gujarat
bharuchFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘી પાનેશ્વર દુધ ઉત્પાદક મંડળી 50મી સાધારણ સભા પંચવટીહોલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાય હતી.

Share

અતિથિ વિશેષ તરીકે સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈપાઠક ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોના હસ્તે દિપપ્રગટ્ય કરાયું હતું. કાર્યક્મની શરૂઆત પ્રાર્થનાગીત થી કરાય હતી.

પાનેશ્વર દુધ મંડળી નો ચિતાર નોશિર ભાઈ પારડીવાળાએ આપ્યો હતો.દુધમંડળી દરરોજ 6800લીટર દુધ ભરે છે.દુધ ભરતા સભાસદોની સંખ્યા774 છે.એજેન્ડાઓ તેમજ 2024-25ના વાર્ષિક હિસાબો રજુ કરાયા હતા.મંડળી નું ટર્ન ઓવર 12કરોડ 34લાખ છે.છેલ્લા 12વર્ષથી સભાસદોનું પેમેન્ટ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે.1976-77થી 2023-24 સુધી છેલ્લો ઓડિટ સુધી મંડળીનો ઓડિટ વર્ગ”એ”આવેલો છે.આ સભામાં વાંકલ ગામના સરપંચ અનિતાબેન ચૌધરી,ઉપસરપંચ શૈલેષ મૈસુરીયા,ડો.યુવરાજસિંહ સોનારીયા,દીપકભાઈ વસાવા,રાકેશ સોલંકી,તા.પં.ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી,અંકિત શાહ, છોટુભાઈ ચૌધરી,સુમુલના જાદવ,સભાસદો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આભાર વિધિ યુવરાજસિંહ સોનારીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્મનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ એસઓજી- એલસીબીના કોમ્બિંગ દરમિયાન 500 થી વધુ કેસની નોંધણી

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરમાં હશનૈન સિપાઈ યુવા ગ્રુપ નો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!