Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના આચારવાડ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં 

Share

લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી જઈ મકાનના કાટમાળને હટાવવાની કવાયત હાથ ધરી
ભરૂચ.
ભરૂચના સોનેરી મહેલ પાસેની આચારવાડની ખડકી વિસ્તારમાં મોડી સાંજે વરસાદી માહોલ વચ્ચે એક જૂનુ મકાન અચાનક ધરાશાથી માઈ ગયું હતું. સદનશીબે ઘટનામાં તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાને કોઈને જાનહાની થઈ ન હતી, પરિવારનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલિકાના લાકરોએ તુરંત સ્થળ પર દોડી જઈ મકાનના કાટમાળને હટાવવાની કવાયત હાથ ધરી હતી.
ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં દર ચોમાસામાં એકાદ-બે જૂના અને જર્જરિત મકાન પડવાની ઘટના બનતી હોય છે.દરમિયાનમાં ગઈકાલે રવિવારે પણ સાંજના સમયે શહેરના સોનેરી મહેલ પાસે આવેલી આચારવાડની ખડકી પાસેનું એક ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. મકાનના માલિક મુકેશ મનસુખલાલ મોદીએ જણાવ્યું હતું કે, તેમણે બે વર્ષ પહેલાં જ આ મકાન વેચાણથી લીધું હતું. એક વર્ષ પહેલાં ભાડેથી આપ્યું હતું. ગઈકાલે ભારે વરસાદ વરસવાથી તેમજ તેમની બાજૂમાં આવેલું એક મકાન ઉતારવાની કવાયત ચાલીરહી છે. જેથી તેમના મકાનને જરૂરી ટૂંકો નહીં મળતાં મકાન ધરાશાથી થયું હતું. સદનશીબે તે સમયે ઘરમાં કોઈ ન હોવાથી પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરોની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી મકાનનો કાટમાળ હટાવવાની કામગીરીમાં જોતરાઈ ગયાં હતાં. બીજી તરફ સુરક્ષાના કારણોસર સોનેરી મહેલથી આચારવાડ જવાનો રોડ બંધ કરી દેવાયો હતો.

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો 

ProudOfGujarat

વાંકલ : માંગરોળ કોંગ્રેસસમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસ-તેલના ભાવવધારા લઈને વિરોધ પ્રદર્શન…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!