Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમના નોરતે ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી

Share

ભરૂચ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવા રવિવારતારીખ ૨૮ સપ્ટેમ્બર૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે. જેમના દિશાનિર્દેશ અને આહવાનને સ્વિકારીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સાતમા નોતરે રાત્રે એક જ તાલેએક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમ્યા હતા. દરેક સ્ટેપમાંદરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો. “ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્રારા ઓપરેશન સિદૂર પર ગરબા ઘૂમીને શક્તિની આરાધના ના પર્વ ને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો. જેમાં સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લોકો લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર 17 લાખ રૂપિયાની લોન મેળવી છેતરપીંડી કરી હોવાની વિગતો સપાટી એ આવી છે. 

ProudOfGujarat

કોરોનાનું સંક્રમણ અટકાવવા તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહ ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!