ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટી ખાતે છેલ્લાં 15 વર્ષથી અસત્ય પર સત્યના વિજય સમા દશેરાના પાવન પર્વે ભારે રંગે ચંગે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ સોસાયટીના કોમન પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે. રાત્રે 8 વાગ્યે રાવણના પુતળાનુ દહન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. ત્યારે પ્રભુ શ્રી રામે સત્ય અને સદાચારના માર્ગે ચાલીને ઘમંડી અને રાક્ષસવૃત્તિવાળા રાવણ દહનના કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૌને આમંત્રણ પાઠવાવાયું છે.
Advertisement
