9600 રૂપિયા ની 48 બોટલ દારૂ ની પોલીસે જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સર્વેલન્સ સ્કોર્ડ ની ટીમ દઢાલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ડ્રીમ સીટી મકાન નંબર 324 માં રહેતા સંજય રણજીત વસાવા એ દારૂ નો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ઘર માં સંતાડી રાખેલા ઈંગ્લીશ દારૂની 180 એમ.એલ ની 48 બોટલ મળી આવી હતી. 9600 રૂપિયાનો દારૂ નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.
Advertisement
