Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે ગ્રામ સભામાં ખુરશીઓ ઉછળી – માથા ફૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

Share

અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અનુલક્ષી આવેલ પરિપત્ર આધારે જ યોજાયેલ ગ્રામસભામાં સમરાંગણ માં ફેરવાઈ ગઈ હતી.જેને લઇ બને પક્ષે મારામારી સુધી વાત પહોંચી હતી.જેમાં આ મારામારી પૂર્વ આયોજિત હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામ ના સરપંચ ની અધ્યક્ષતા માં ગ્રામ સભા યોજાઈ હતી.ગાંધી જયંતી નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામસભા શરુ થતાં જ સમરાંગણ માં ફેરવી હતી.જેને લઇ પંચાયત દ્વારા તાલુકા પોલીસ મથકેથી પોલીસ બંદોબસ્ત ની પણ માંગણી કરી હતી જો કે પોલીસ આવે એ પૂર્વે જ સભા શરૂ થઇ હતી જેમાં હજુ તલાટી કમ મંત્રી બોલવાની શરૂઆત કરતા જ તલાટી ઉભા થઇ બોલવા કહી બોલાચાલી શરુ કરી અંતે મારામારી સુધી પહોંચી હતી. અને સભા બોલાચાલી ઉગ્ર બનતા સાથે અભદ્ર ગાળાગાળી શરુ થઇ હતી જે બાદ અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ મારામારી શરૂઆત જ માથા ફૂટ્યા હતા. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ તજવીજ શરૂ હતી. તો પંચાયત દ્વારા ગ્રામ સભા નો હંગામો પૂર્વ આયોજિત હોવાનો આરોપ મૂકી પોલીસ માં પુરાવા સાથે ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : હરિ મંગલ સોસાયટીમાં ગટરનું પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકોમાં આક્રોશ.

ProudOfGujarat

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!