Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજ્યના ૧૪ જિલ્લામાં ૪૬૮ કેસમાં પકડાયેલાં ૩૮૪.૩૪ કરોડનાં ડ્રગ્સનો દહેજની બેઈલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ

Share

૧૫૪૭૦ બોટલ તેમજ ડ્રગ્સનો ૧૦૧૮૩.૫૧૭ કિલો ઘન અને ૨૯ લીટર પ્રવાહી જથ્થાનો નાશ કરાયો
ભરૂચ.
ગુજરાત પોલીસ દ્વારા ગત વર્ષોમાં જુદાજુદા ૪૬૮ કેસમાં પડકાયેલાં કુલ ૩૮૪.૩૪ કરોડના ડ્રગ્સનું દહેજમાં આવેલી બેઈલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સના કેસમાં ઝડપાયેલાં મુદ્દામાલમાં જપ્ત કરાયેલાં ૧૫૪૭૦ બોટલ તેમજ ડ્રગ્સનો ૧૦૧૮૩.૫૧૭ કિલો વન અને ૨૯ લીટર પ્રવાહી જથ્થાને ઉચ્ચ તાપમાનમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના નાશ કરવાની પ્રક્રિયા વેળાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઈન ગુજરાત અભિયાન અંતર્ગત ડ્રગ્સના વેપલા પર અંકુશ લાદવા સાથે તેમાં સંકળાયેલાં લોકોની આખી ચેઈનને તોડવા માટેના પ્રયાસ થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે પાછલા વર્ષોમાં ગુજરાત ભરમાં વિવિધ જિલ્લાની પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરીને ડ્રગ્સ નેટવર્કને નેસ્તો નાબૂદ કરવા કેસો કરવામાં આવ્યાં હતાં.
રાજ્ય પોલીસ વિભાગના અમદાવાદ શહેર, રાજકોટ શહેર, મહેસાણા, કચ્છ પૂર્વ, ભાવનગર, ગીરસોમનાથ, પંચમહાલ-ગોધરા, નવસારી, વેસ્ટર્ન રેલવે અમદાવાદ, વેસ્ટર્ન રેલવે વડોદરા, તાપી. સુરત ગ્રામ્ય, બોટાદ, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અલગઅલગ ૪૪૮ કેસોમાં પોલીસે કુલ ૧૫૪૭૦  બોટલ તેમજ ડ્રગ્સનો ૧૦૧૮૩.૫૧૭ કિલો ઘન અને ૨૯ લીટર પ્રવાહી જથ્થો મળી કુલ ૩૮૪.૩૪ કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. શુક્રવારે દશેરાના બીજા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્યો સહિતનાઓએ દહેજની બેઈલ કંપનીમાં ૩૮૪.૩૪ કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો. આ પ્રસંગે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ડીજીપી સીઆઈડી ક્રાઈમ ડો. કે. એલ. એન. રાવ, રેન્જ આઈજી સંદિપસિંઘ, ડીઆઈજીપી સીઆઈડી ક્રાઈમ પરીક્ષિતા રાઠોડ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષવરાજ મકવાણા તેમજ અન્ય જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય ડી. કે. સ્વામી, રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગઈકાલે આસુરી શક્તિની બુરાઈને નાથવા સમગ્ર દેશમાં રાવણ દહન કરવામાં આવ્યું તે જ રીતે ભરૂચની ધરા પર ગુજરાતમરમાંથી પકડાયેલાં દૂષણરૂપી ડ્રગ્સનં દહન કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ઉમેયું હતું કે, ગુજરાત- પાકિસ્તાન સરહદ, ગુજરાતના તમામ સરહદી વિસ્તારો, મહાનગરોમાંથી દરિયાઈ સિમા વિસ્તારોમાં મોટા પાયે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.
ગુજરાત એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી

યુવાધનને નશાના રવાડે ચઢાવી દેશની કમરને કમજોર કરવાના ઈરાદે દેશમાં ડ્રગ્સનો કાળો કારોબાર પ્રસરાવવામાં આવી રહ્યો છે.ત્યારે ડ્રગ્સના નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાંક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરતાં તેમાં ગુજરાત એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANRE) વિધીવત પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલાં ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તાલીમ બદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રીત કરશે. અને ડ્રગ્સ માફિયા અને દૂષણખોરોને નાથવા કાર્યરત રહેશે.
૪ જિલ્લાના ૯૨ પોલીસ જવાનોને ૨૯.૬૭ લાખના ઈનામ અપાયા

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઈન ગુજરાત કેમ્પેઈનને લઈને ખાસ કામગીરી કરી ઉપરાછાપરી વિવિધ પ્રકારના ડ્રગ્સના કેસ કર્યો છે. ત્યારે આ કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા હતાં. સરકારની રિવોર્ડ પોલીસી હેઠળ ૭ મોટા કેસ બદલ ૪ જિલ્લાના ૯૨ પોલીસ જવાનોને કુલ ૨૯.૬૭ લાખના ઈનામ અપાયાં હતાં. ઉપરાતં તેમને પ્રતિકાત્મક સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયાં હતાં.
કયા કયા પ્રકારનો ડ્રગ્સનો નાશ કરાયો

રાજ્યના ૧૪ જિલ્લાની પોલીસે કુલ ૪૯૮ કેસ કરીને કુલ ૩૮૪.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેનો બેઈલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલાં ડ્રગ્સ જેમાં કોકેઈન, ચરસ, ઓપિયમ ડેરીવાઈટીવ્સ (હેરોઈન, કોકેઈન) ગાંજો, મેકેડ્રોન, બ્રાઉન સુગર, કફ સિરપ, મેથા એમ્ફેટામાઈન, પોપી સ્ટ્રો, કેટામાઈન, નાઈટ્રેઝપામ ટેબલેટ, સોડિયમ સાઈટ્રેટ મેન્થોલ, સેનાબીઝ બોટલ, હાઈબ્રીડ ગાંજા, તેમજ પેન્ટાઝોસીન લેક્ટેટ ઈન્ફેક્શન ફોટ્વીન સહિતના ડ્રગ્સનો નાશ કરાયો હતો.
નાશ કરાયેલો મુદ્દામાલ

હાઈર લેવલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીનો મુદ્દામાલ

પોલીસ સ્ટેશન      કેસ    મુદ્દામાલ

કચ્છ ઈસ્ટ         01    104 કરોડ
ગીર સોમનાથ      04    224 કરોડ
ભરૂચ             01   1.33 કરોડ


ડિસ્ટ્રીક્ટ લેવલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીનો મુદ્દામાલ

પોલીસ સ્ટેશન     કેસ      મુદ્દામાલ

રાજકોટ સીટી      23       2.36 કરોડ
બોટાદ           07        3.45 લાખ
ભાવનગર        42        1.60 કરોડ
અરવલ્લી        06        20 લાખ
બનાવસકાંઠા      08       30 લાખ
મહેસાણા         37       26.94 લાખ
અમદાવાદ સિટી   192       15.33 કરોડ
WRઅમદાવાદ     356       2.78 લાખ
નવસારી         29        30.32 કરોડ
સુરત રૂરલ       02        74.50 લાખ 
તાપી           02        19.70 લાખ
પંચમહાલ ગોધરા  40        35.91 લાખ
WRવડોદરા        10        20.14 લાખ
વડોદરા સિટી      11        1.15 કરોડ
નર્મદા           10        68.29 લાખ
ભરૂચ            08        1.29 કરોડ


Share

Related posts

સુરતમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો અને પોલીસ દ્વારા ખોટી રીતે થતી કનડગત બન કરી ઇ-મેમોને માફ કરવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!