Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા

Share

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરીએલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કરી છે.બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા
મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે
તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના ગામડાઓમાં ટ્રેક્ટરની બેટરીઓ
ચોરીના બનાવો બનતા સંઘન ઇન્વેસ્ટિગેશન કરતા
એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબબ પેટ્રોલીંગ કરતા બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના પુંછપુરા ગામમાં રહેતા ભાવેશભાઇ સુકાભાઇ બારીયા, ભુપિનભાઇ પ્રવિણભાઇ બારીયા, અજયભાઇ રમેશભાઇ તડવી અને નિતેશભાઇ અરવિંદભાઇ બારીયાએ આ ટ્રેક્ટરની બેટરી ચોરીમાં સંડોવાયેલ હોવાને હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના બીજા પોલીસ કર્મચારીઓ સાથે પુછપુરા ગામે જઇ તપાસ કરતા આરોપીઓને ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ આ ટ્રેક્ટરની બેટરીઓ ચોરી કરેલાની અને આ ટ્રેક્ટરની બેટરીઓ નસવાડી ખાતે રહેતા મહેશભાઇ વાલજીભાઇ સલાટનાને વેચાણથી આપેલ હોવાની કબુલાત કરેલ. જેથી નસવાડી ખાતે રહેતા મહેશભાઇ સલાટ પાસેથી ટ્રેક્ટરની બેટરીઓનો મુદ્દામાલ રીકવર કરી તિલકવડા પોલીસે બે અનડીટેક્ટ ચોરીના ગુના ડીટેક્ટ કરીતમામ આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

અંકલેશ્વર : ઓદ્યોગિક પ્રદુષિત પાણીને ખાડીઓમાં નિકાલ કરવાનું કોભાંડ ઝડપાયું જીપીસીબી અજાણ કે શામેલ ? અમરાવતી ખાડીમાં પણ અસંખ્ય માછલીઓનું મૃત્યુ .  

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર પોલીસે દારૂ ભરેલી મહેન્દ્ર ઝાયલોનો પીછો કરતાં પોલીસે જીપ સહિત લાખ ઉપરાંતનો દારૂ મળી કુલ રૂ.6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!