Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : દોલતપુર ગામમાં શેરડીના ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

Share

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂના ધંધા ધમધમતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દોલતપુર ગામની સીમમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

શેરડીના ખેતરમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.કુલ રૂ. 4,81,200/-ના કિંમતી મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા (વતન – નવાનગર ગામ)ને ઝડપી પાડ્યો છે. ખાસ વાત એ છે કે આ આરોપી અગાઉ પણ ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તેની સામે પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો નોંધાયો છે.ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં આવા ગેરકાયદેસર દારૂના ધંધાઓ ખેતરો અને ઓરડીઓમાં છૂપે ધમધમી રહ્યા છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ દારૂના ધંધામાં સંકળાયેલા અન્ય લોકોને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા લાઈટ વિભાગના ચેરમેને બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું.

ProudOfGujarat

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!