ભરૂચ
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૨૯ એ મુજબ આપશ્રીએ ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” નામથી રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના તા.૨૪/૦૯/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ ECI દ્વારા આપના પક્ષે છેલ્લા ૩(ત્રણ) નાણાંકીય વર્ષ (૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, અને ૨૦૨૩-૨૪) ના ઓડીટ હિસાબો સમયમર્યાદામાં (તા.૩૦-૧૧-૨૦૨૨, તા.૩૧-૧૨-૨૦૨૩ અને તા.૧૫-૧૨-૨૦૨૪) સુધીમાં મોકલેલ ન હોવાની નોંધ લેવામાં આવેલ છે. વધુમાં આપના દ્વારા ચૂંટણીમાં ભાગ લીધેલ છે પરંતુ તે સંદર્ભે ખર્ચના હિસાબો સમયમર્યાદામાં (વિધાનસભા ચૂંટણીના ૭૫ દિવસ સુધીમાં તથા લોકસભા ચૂંટણીના ૯૦ દિવસ સુધીમાં) મોકલેલ નથી. ઉક્ત બાબતે આપના પક્ષે જો કોઈ ખુલાસો કે રજુઆત કરવી હોય તો આપે સંલય તમામ દસ્તાવેજો સહિત તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. જો ઉક્ત તારીખે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” તરફથી કોઇ હાજર નહી રહે કે લેખિત ખુલાસો/પ્રત્યુત્તર નહીં મળે, તો આ બાબતે કંઇ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચને યોગ્ય આદેશો પસાર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો. તેમ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું.
