Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

Share

ભરૂચ
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૨૯ એ મુજબ આપશ્રીએ ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” નામથી રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીગુજરાત રાજ્યના તા.૨૪/૦૯/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ ECI દ્વારા આપના પક્ષે છેલ્લા ૩(ત્રણ) નાણાંકીય વર્ષ (૨૦૨૧-૨૨૨૦૨૨-૨૩અને ૨૦૨૩-૨૪) ના ઓડીટ હિસાબો સમયમર્યાદામાં (તા.૩૦-૧૧-૨૦૨૨તા.૩૧-૧૨-૨૦૨૩ અને તા.૧૫-૧૨-૨૦૨૪) સુધીમાં મોકલેલ ન હોવાની નોંધ લેવામાં આવેલ છે. વધુમાં આપના દ્વારા ચૂંટણીમાં ભાગ લીધેલ છે પરંતુ તે સંદર્ભે ખર્ચના હિસાબો સમયમર્યાદામાં (વિધાનસભા ચૂંટણીના ૭૫ દિવસ સુધીમાં તથા લોકસભા ચૂંટણીના ૯૦ દિવસ સુધીમાં) મોકલેલ નથી. ઉક્ત બાબતે આપના પક્ષે જો કોઈ ખુલાસો કે રજુઆત કરવી હોય તો આપે સંલય તમામ દસ્તાવેજો સહિત તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. જો ઉક્ત તારીખે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” તરફથી કોઇ હાજર નહી રહે કે લેખિત ખુલાસો/પ્રત્યુત્તર નહીં મળેતો આ બાબતે કંઇ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચને યોગ્ય આદેશો પસાર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશેજેની ગંભીર નોંધ લેશો. તેમ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Share

Related posts

સુરત: વર્તમાન સમયમાં પ્રદૂષણ અને રોડ સેફ્ટી ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ઓરિસ્સાનાં એક વયોવૃધ્ધ આ બંને વિષયો અંગે યુવાનોમાં જાગૃતિ આવે તેવા આશયથી સાયકલ યાત્રા યોજી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કોરોનાનાં આંક 161 ઉપર પહોંચી ગયો છે જેમાં સંક્રમિત થનારા લોકો કોઈકનાં સંપર્કમાં આવી ચેપ ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.

ProudOfGujarat

માતર ગામના પાટિયા પાસે બમ્પને કારણે જમાઇની બાઇક કુદતાં પટકાયેલી સાસુનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!