Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર પોલીસે જૂની દીવી રોડ પર થી 1.85 લાખ નો દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી.

Share

નવા દીવા ના કુખ્યાત બુટલેગર કિશન વસાવા એ દારૂ ભરી ઇકો કાર સાથે વચેટિયા ને ઉભો રાખ્યો હતો. ચોક્ક્સ માહિતી ઝડપી પાડેલા દારૂ સાથે એક ની ધરપકડ કરી જયારે અન્ય એક ને વોન્ટેડ જાહેર કરી 4.85 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પી આઈ પી.જી.ચાવડા ને ચોક્કસ બાતમી મળી હતી કે જૂની દીવી તરફ માર્ગ પર નવા દિવાના બુટલેગર કિશન વસાવા એ ઈંગ્લીશ દારૂ ભરેલી ઇકો કાર મંગલમૂર્તિ નજીક ગટર લાઈન પાસે ઉભી રાખી છે. જે માહિતી આધારે સર્વેલન્સ સ્કોર્ડ એ દરોડા પાડતા ચોક્કસ માહિતી આધારિત ઇકો કાર નજરે પડતા પોલીસે કોર્ડન કરી તેની તલાશી લીધી હતી. તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 180 એમ.એલ ની 720 બોટલ તેમજ બિયર ના 96 ટીન મળી કુલ 816 બોટલ દારૂ મળી 1.85.280 રૂપિયા નો દારૂ મળી આવ્યો હતો પોલીસે દારૂ તેમજ કાર મળી 4.85 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કાર ની દેખરેખ કરી રહેલા વચેટિયા રાજુ ચંદુ ભાભોર ની ધરપકડ કરી હતી જયારે દારૂ મગાવનાર જવા દિવાના કિશન મના વસાવા ને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શુરભી તમાકુવાલાનો વોર્ડ નર્કાગાર સમાન. આને કહેવાય દિવા તળે અંધારું…!

ProudOfGujarat

જોખમી રસાયણિક પ્રવાહી ભરેલ ટેન્કર પલટી કરતા નાસભાગ સર્જાઈ

ProudOfGujarat

ભરૂચના બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન : આવતીકાલથી વ્રતનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!