Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેના ‘Seeing is Believing’ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ સાઇટ ડે પર 9 વિઝન સેન્ટર્સ શરૂ કર્યા

Share

· 1 કરોડથી વધુ લોકોની તપાસ કરી અને 1.26 લાખ આઇ કેર પ્રોફેશનલ્સને તાલીમ આપી

· ખોલવામાં આવેલા 50 ટકા જેટલા વિઝન સેન્ટર્સનું સંચાલન મહિલાઓ કરે છે

Advertisement

વર્લ્ડ સાઇટ ડે 2025ના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ભવિષ્ય માટેની સુવિધાઓ સાથેના ચાર સેન્ટર્સ સહિત નવ વિઝન સેન્ટર્સ શરૂ કર્યાની જાહેરાત કરી છે. આ સાથે આ સેન્ટર્સનો આંક દેશભરમાં 651 સુધી પહોંચ્યો છે. આ સેન્ટર્સ બેંકની મુખ્ય પહેલ Seeing is Believing નો ભાગ છે જેના હેઠળ ભારતમાં ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. Seeing is Believing પ્રોગ્રામે 22 વર્ષ પૂરા કર્યા છે અને 21 રાજ્યો તથા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે ચાલી રહ્યો છે. તે આંખોના આરોગ્યના મામલે દેશના સૌથી પ્રભાવશાળી હસ્તક્ષેપો પૈકીનો એક બની રહ્યો છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી સંભાળની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. અત્યાર સુધી આ પહેલ હેઠળ બેંકે એક કરોડથી વધુ દર્દીઓની તપાસ કરી છે અને 11 લાખ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે.

કુલ 651 વિઝન સેન્ટર્સ પૈકી બેંક 79 ભવિષ્યલક્ષી સેન્ટર્સ ધરાવે છે જે 17 જિલ્લાઓમાં આધુનિક ટેક્નોલોજી દ્વારા આંખોની સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે. ટેક્નોલોજીના વિકાસ તથા આંખોની સંભાળની બદલાતી પરિસ્થિતિ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આંખોની પ્રાથમિક સંભાળ સેવાઓ વધારવા માટેની જરૂરિયાત વધી રહી છે. આ ભવિષ્યલક્ષી કેન્દ્રો હાલના વિઝન સેન્ટર્સનો અવકાશ વધારીને આંખોની તમામ પ્રકારની ગંભીર પરિસ્થિતિને ચકાસવાનો લક્ષ્યાંક રાખે છે જે હાલ આંખોની પ્રાથમિક સંભાળના પરિઘની બહાર છે. Seeing is Believing નો વધુ એક મહત્વનો ઉદ્દેશ્ય આંખોની સંભાળ પૂરી પાડવામાં મહિલાઓને સશક્ત કરવાનો છે. હાલ 50 ટકા વિઝન સેન્ટર્સનું સંચાલન મહિલાઓ દ્વારા થાય છે જે ન કેવળ આવશ્યક હેલ્થકેર પૂરા પાડે છે પરંતુ વિઝન ટેક્નિશિયન્સ, ઓપ્થેમિક નર્સિંગ આસિસ્ટન્ટ્સ, પેશન્ટ કાઉન્સેલર્સ, ઓપ્ટોમેટ્રિસ્ટ્સ અને અન્ય સહાયક તરીકે તાલીમ મેળવવા માંગતી યુવા મહિલાઓ માટે કારકિર્દીના માર્ગો પણ ખોલે છે.

પ્રાથમિક સંભાળ ઉપરાંત ‘Seeing is Believing’ પ્રોગ્રામ તેની આઇ કેર એકેડેમી દ્વારા ભારતના આંખોના સ્વાસ્થ્ય માટે કાર્યરત લોકોની અછતનો પણ ઉકેલ રજૂ કરી રહ્યો છે. તમિલનાડુ, તેલંગાણા, દિલ્હી અને બિહારમાં ચાર એકેડેમી પહેલેથી જ કાર્યરત છે, જેમાં આ વર્ષે ઉત્તર પ્રદેશના મથુરા, વૃંદાવનમાં પાંચમી એકેડેમી શરૂ કરવામાં આવી રહી છે. એકસાથે આ એકેડેમીઓએ અત્યાર સુધીમાં 1.26 લાખ તાલીમબદ્ધ પ્રોફેશનલ્સ તૈયાર કર્યા છે, જેમાં અલાઇડ ઓપ્થેમિક પેરામેડિક્સ, વિઝન ટેકનિશિયન, ઓપ્ટોમેટ્રિસ્ટ અને ઓપ્થેમોલોજીસ્ટ્સનો સમાવેશ થાય છે, જેમાંની ઘણી મહિલાઓ છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ભારત સ્થિત સસ્ટેનેબિલિટીના હેડ કરુણા ભાટિયાએ જણાવ્યું હતું કે, “બે દાયકા કરતા વધુ સમયથી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની Seeing is Believing પહેલ એક શક્તિશાળી તાકાત રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વનો સામનો કરવા અને સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે ફક્ત આંખની સંભાળ પૂરી પાડી રહ્યા નથી. અમે સુલભતા, ટેકનોલોજી અને સમાવેશને એક કરીને એક ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. આંખની સંભાળમાં રોકાણ કરાયેલા દરેક 1 ડોલરની સામે મળતું 31 ડોલરનું સામાજિક વળતર આરોગ્યમાં ખૂબ જ બિન-ખર્ચાળ અને અસરકારક રોકાણ તરીકે તેની શક્તિ પર ભાર મૂકે છે તથા નોંધપાત્ર આર્થિક અને સામાજિક સમૃદ્ધિને આગળ વધારવામાં મદદ કરે છે.”

 

 

 

 


Share

Related posts

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ચોરીના ઇરાદે આવેલ બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!