માંગરોળના વાંકલ વિસ્તારમાં મેઈન બજારથી આમખુટા જતા ત્રણ રસ્તા પર રાત્રીના સમયે એક બેફામ દોડતા ટ્રકમાંથી ગ્રીડ કપચી રસ્તા પર ઠલવાઈ ગઈ હતી. સ્થાનિક લોકો મુજબ, રાત્રી દરમિયાન ટ્રકચાલકો હંમેશા ઊંચી ઝડપે વાહન હંકારતા જોવા મળે છે, જે ઘણી વખત અકસ્માત સર્જે છે.અહીં સ્પીડ બ્રેકર હોવા છતાં ટ્રકની ઝડપ ઓછી કરવામાં આવતા નથી, જેના પરિણામે ગ્રીડ કપચી માર્ગ પર પડી જતા લોકો માટે જોખમ ઊભું થાય છે. ઘટના સ્થળે જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ) જવાનો તરત જ હાજર રહીને આગાહી પગલાં રૂપે રસ્તા પર અવરોધક મૂકી, કોઇ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે તકેદારી લીધી હતી.
સ્થાનિક વાસીઓએ પણ વાહનચાલકોને ઝડપ નિયંત્રણમાં રાખવા અને અધિકારીઓને ટ્રાફિક વ્યવસ્થા વધુ સઘન બનાવવા માંગ કરી છે.
Advertisement
