Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી

Share

ભરૂચ 
ભરૂચ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષનાં બાળકોને ટેક હોમ રાશન (THR) અંગે માહિતી આપવાની સાથે પોષણનું મહત્વ સમજાવવા માટે મિલેટ અને સરગવા જેવી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું. આ અવસરે લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી દોરવામાં આવી હતી. જેમાં મિલેટ્સ અને અન્ય ધાન્યનો ઉપયોગ કરીને પોષક તત્વોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવામાં આવી હતી‌.

Share

Related posts

ભરૂચ જિલ્લાની વિવિધ જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ, સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ

ProudOfGujarat

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ખેડાના સોખડા નજીક કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!