Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પર્યાવરણ જાળવણી અને સ્વચ્છના સંદેશ સાથે મેરેથોન યોજાઇ

Share

3 કિમીથી 21 કિમી સુધીની દોડમાં 4000થી વધુ દોડવીરોનો ઉત્સાહપૂર્ણ ભાગ લીધો
ભરૂચ.
ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મેરેથોનનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 કિમીથી 21 કિમી સુધીની દોડમાં 4000થી વધુ દોડવીરોનો ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો
ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મેરેથોનની શરૂઆત ભરૂચની જે.પી. કોલેજ ખાતેથી કરવામાં આવી હતી. જેમાં 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીની દોડ યોજાઈ હતી. દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ–સ્વસ્થ ભરૂચ જેવા સંદેશ આપતા બેનરો અને પ્લેકાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સતત ચોથા વર્ષે આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

Related posts

નેત્રંગ લાલમંટોડી પ્રા.શાળાના ઓરડાઓ જર્જરિત, બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર..

ProudOfGujarat

ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટીમાં આદિવાસી ખેડૂતોને બંદૂકનું લાયસન્સ આપો, પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા

ProudOfGujarat

છત્રાલ જિલ્લા ખાતે થયેલ તેમજ પાટણ વેરાવલની ઘટના બાબતે મુળ નિવાસી સંઘ ધ્વારા અપાયેલ આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!