Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી જીઆઇડીસી માં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપની માં કામદારો નું ઊંઘ માં જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. 

Share

કંપની કામ કરવા આવેલા 34 વર્ષીય કામદાર નાઈટ શિફ્ટ માં આવ્યા વહેલી સવારે પ્લાન્ટ ના ફ્લોર પર ઉંધી ગયા સવારે ચા પીવા ઉઠાડ્યો તો આવું છું કહ્યા બાદ ઉઠ્યો જ ના હતો. કામદાર ખાનગી હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. પાનોલી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઇડીસી માં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપની માં મૂળ નસવાડી છોટાઉદેપુરના અને હાલ સજાલી ગામ ખાતે રહેતા પ્રસન્ન કુમાર રાઠવા ગત રાત્રીના નાઈટ શિફ્ટ માં આવ્યા હતા જ્યાં રાત્રી ના પ્રોડક્શન પ્લાન્ટ માં કામ કરી રાત્રી ના 3:30 કાલકે પ્લાન્ટ ના ફ્લોર પર ઉંધી ગયા હતા જે બાદ સવારે 6:30 કલાકે સાથી કમર્ચારી અશ્વિન વસાવા એ ચા પીવા ઉઠાડ્યો હતો જે ઉઠ્યા બાદ હું આવું છું કહી પુનઃ સુઈ ગયો હતો જે સવારે 8 વાગ્યા સુધી ના આવતા તેને પ્લાન્ટ માં શોધવા ગયા હતા જ્યાં સુતેલી હાલત માં જ જોવા મળ્યો હતો જેને જગાડવા ની કોશિશ કરતા તે જાગ્યો ના હોવા સાથે કોઈ પ્રતિઉત્તર ના આપતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ એ મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે સાથી કર્મચારી અશ્વિન વસાવા પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાણવા જોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ સભા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ-તવરા નદી કાંઠે મગર દેખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સાવધાની માટે લગાવાયા બોર્ડ

ProudOfGujarat

ઝઘડિયા : વરસાદી પાણીની ઓથમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડતા એકમો પર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ લાલ આંખ કરશે ખરુ?!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!