Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇક્વિરસ અને સેપિઅન્ટ ફિનસર્વે રૂ. 35,000 કરોડની એયુએમ સાથે ભારતમાં ટોચના 10 સ્વતંત્ર વેલ્થ પ્લેટફોર્મ ઊભા કરવા માટે વિલિનીકરણ કર્યું

Share

મુંબઈ,

13th October 2025 – અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસીઝ પાવરહાઉસ ઇક્વિરસ ગ્રુપે ઇક્વિટી સ્વેપ ડીલમાં ભારતના ટોચના ઝડપથી વિકસતા સ્વતંત્ર વેલ્થ મેનેજર્સ પૈકીના એક તરીકે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે જેના પગલે એવું સંયુક્ત પ્લેટફોર્મ ઊભું થશે જે ભારતમાં ટોચના 10 નોન-બેંક ઇન્ડિપેન્ડન્ટ વેલ્થ મેનેજર્સમાં સ્થાન ધરાવશે. ભારતીય વેલ્થ મેનેજમેન્ટ ઉદ્યોગ માટેની આ અભૂતપૂર્વ પહેલ રૂ. 35,000 કરોડની તેની સંયુક્ત એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે વેલ્થ મેનેજમેન્ટ અને ફેમિલી ઓફિસ સર્વિસીઝમાં ઇક્વિરસ ગ્રુપની હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારશે.  પૂણેમાં મુખ્યમથક ધરાવતી અને મહારાષ્ટ્ર તથા ઉત્તરપૂર્વમાં મજબૂત હાજરી સાથે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ હાલ રૂ. 13,500 કરોડથી વધુની એયુએમ મેનેજ કરે છે અને રૂ. 65 કરોડની મજબૂત માસિક એસઆઈપી બુક ધરાવે છે. મર્જરના ભાગરૂપે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપના સહસ્થાપક અને ડિરેક્ટર પલ્લવ બગેરિયા તથા સ્થાપક અમિત બિવાલકર ઇક્વિરસ વેલ્થના બોર્ડ તથા લીડરશિપ ટીમમાં જોડાશે અને સહિયારા ગવર્નન્સ તથા વિઝનને વધુ મજબૂત બનાવશે. ઇક્વિરસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અજય ગર્ગે જણાવ્યું હતું કે આ મર્જરનું ઇક્વિટી સ્વેપ સ્ટ્રક્ચર હિતો તથા વૃદ્ધિના મજબૂત, લાંબા ગાળાના જોડાણને વધુ મજબૂત કરશે. સેપિઅન્ટ ફિનસર્વનો વેલ્થ મેનેજમેન્ટ પ્રત્યેનો બધાથી અલગ અભિગમ તથા ક્લાયન્ટ-ફર્સ્ટ પર નોંધપાત્ર ધ્યાનથી ઉદ્યોગ અગ્રણી રિટેન્શન અને સંતોષ પ્રાપ્ત થયો છે. ઇક્વિરસ ખાતે અમે હંમેશા મૂલ્ય સર્જનના કેન્દ્રમાં રહ્યા છીએ અને તેમના માર્કેટ કેપના નિર્માણમાં તથા તેના મોનેટાઇઝેશનને સક્ષમ કરવા માટે ઉદ્યોગસાહસિકો તથા સંસ્થાનો સાથે ભાગીદારી કરતા રહ્યા છીએ. સેપિઅન્ટ ફિનસર્વની એચએનઆઈ, અલ્ટ્રા એચએનઆઈ, ફેમિલી ઓફિસીસ, ફાઉન્ડર્સ અને કોર્પોરેટ્સ માટે વેલ્થને જાળવવા તથા તેને વધારવામાં રહેલી નિપુણતા સાથે આને ભેળવીને અમે એક એવું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છીએ જે તેના કેટલાક ભાગો કરતાં પણ વધુ શ્રેષ્ઠ હોય. આ ભાગીદારીથી અમે ક્લાયન્ટ સાથે આજીવન સંબંધો બનાવે તેવા સોલ્યુશન્સ પૂરા પાડી શકીશું.

Advertisement

વેલ્થ અને ફેમિલી ઓફિસ સર્વિસીઝને વધુ મજબૂત બનાવવી

આ સોદો સેપિઅન્ટ ફિનસર્વની વ્યાપક વેલ્થ ઇકોસિસ્ટમના નિર્માણની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ઇક્વિરસ સાથે ભાગીદારી કરીને, સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ તેની ઓફરને પૂરક જગ્યાઓમાં વિસ્તારે છે, જે પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો અને પરિવારોને સેવાઓ પૂરી પાડવાની તેની ક્ષમતામાં વધારો કરે છે.

સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપના સ્થાપક અમિત બિવલકરે જણાવ્યું હતું કે આ ભાગીદારી અમારા માટે અને અમારા ગ્રાહકો માટે એક નિર્ણાયક ક્ષણ છે. સેપિઅન્ટ ફિનસર્વ ખાતે, અમે હંમેશા ફક્ત એસેટ મેનેજર્સ બનવામાં જ નથી માનતા પણ અમે અમારા ગ્રાહકોની નાણાંકીય યાત્રામાં લાંબા ગાળાના ભાગીદાર છીએ. ઇક્વિરસ સાથે હાથ મિલાવીને, અમે હવે વિવિધ ઓફરિંગ્સને પૂર્ણ કરવા અને દેશમાં સૌથી વધુ સર્વાંગી વેલ્થ પ્લેટફોર્મ પૈકીના એક પ્લેટફોર્મ બનાવવા માટે સ્કેલ અને સંસાધનો મેળવીએ છીએ.

સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપના ડિરેક્ટર અને સહ-સ્થાપક પલ્લવ બાગરિયાએ જણાવ્યું હતું કે સમાન મૂલ્યો ધરાવતા સારા લોકો સાથે કામ કરવું હંમેશા એક લહાવો હોય છે. આ ભાગીદારી ફક્ત સ્કેલ વિશે નથી, તે અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા વિશે છે. પુણેથી ઉત્તરપૂર્વ સુધી, અમે એક સમયે એક સંબંધ બનાવીને વિશ્વાસ સંપાદિત કરીને વિકાસ કર્યો છે. ઇક્વિરસ સાથે, અમે હવે આ જ અભિગમને વ્યાપક સ્તરે લઈ જઈ શકીએ છીએ અને અમારા ગ્રાહકોને સોલ્યુશન્સ અને સર્વિસીઝની વધુ વ્યાપક શ્રેણી પ્રદાન કરી શકીએ છીએ. અમારું ધ્યાન અમારા લાક્ષણિક પર્સનલ ટચને ગુમાવ્યા વિના ક્લાયન્ટ અનુભવને વધારવા અને એસેટ મેનેજમેન્ટ, મૂડી બજારો, ઇન્શ્યોરન્સ અને ઇક્વિટી સંશોધનમાં અર્થપૂર્ણ પરિણામો પૂરા પાડવા પર છે.

ભવિષ્યનો વિકાસ માર્ગ

સેપિઅન્ટ ફિનસર્વના એકીકરણ સાથે, ઇક્વિરસ વેલ્થ રૂ. 50,000 કરોડની એયુએમ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે જેના માટે તે નીચે મુજબનો લાભ ઉઠાવશે:

· 35 અનુભવી ઇક્વિટી એનાલિસ્ટ તરફથી પ્રોપરાઇટરી રિસર્ચ

· સ્મોલ કેપ પીએમએસ સ્ટ્રેટેજી, વેન્ચર ફંડ્સ અને લોંગ શોર્ટ ફંડ્સ

· સમર્પિત વર્ટિકલ્સ – ક્લાયન્ટ ફોકસ્ડ ગ્રોથને વેગ આપવા માટે ઇક્વિરસ વેલ્થ અને ઇક્વિરસ ફેમિલી ઓફિસ

· એનબીએફસી લાઇસન્સ જે પ્લેટફોર્મને વેલ્થ મેનેજમેન્ટની સાથે સાથે અનુરૂપ ધિરાણ અને નાણાંકીય ઉકેલો પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.

ઇક્વિરસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અજિત દેશમુખે જણાવ્યું હતું કે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ એક પ્રકારની ઉદ્યોગસાહસિક, ક્લાયન્ટ-ફર્સ્ટ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે જે અમારા મૂલ્યો સાથે ઊંડે સુધી સુસંગત છે. એસઆઈપીમાં તેમની મજબૂત ફ્રેન્ચાઇઝી અને લીડરશિપ એક ઉચ્ચ-સ્તરીય વેલ્થ પ્લેટફોર્મ બનાવવાના અમારા વિઝનને પૂરક બનાવે છે. સંસ્કૃતિ સાથે જોડાયેલી ટીમ સાથે વિસ્તરણ કરીને અમે વધુ રોકાણ કરી શકીશું અને અગ્રણી વેલ્થ પ્લેટફોર્મ પૈકીના એક પ્લેટફોર્મ બનવા માટે અમારા ક્લાયન્ટ્સ તથા ટીમ સાથે ભાગીદારી કરી શકીશું.

એકીકરણ પછી, સંયુક્ત જૂથ બે સ્પેશિયલાઇઝ્ડ વર્ટિકલ્સ – ઇક્વિરસ વેલ્થ અને ઇક્વિરસ ફેમિલી ઓફિસ – હેઠળ કાર્ય   કરશે જે બંને વૃદ્ધિના આગામી તબક્કાને વેગ આપવા માટે તૈયાર છે.

રાઘનાલ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ અને ક્રેડેન્સ ફેમિલી ઓફિસ પછી, છેલ્લા 12 મહિનામાં ઇક્વિરસ ગ્રુપનો આ ત્રીજો મર્જર એન્ડ એક્વિઝિશન સોદો છે. ઇક્વિરસ ગ્રુપને તાજેતરમાં આરબીઆઈ તરફથી એનબીએફસી લાઇસન્સ મળ્યું , જે તેને તેના એસેટ મેનેજમેન્ટ અને ઉભરતા કોર્પોરેટ ગ્રાહકોને વિવિધ ફાઇનાન્સિંગ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.

ઇક્વિરસ ગ્રુપને સ્વ. રાકેશ ઝુનઝુનવાલા, એમિકસ કેપિટલ અને ફેડરલ બેંક સહિતના અગ્રણી રોકાણકારોનો ટેકો મળેલો છે. પ્રોફેશનલી સંચાલિત મેરિટોક્રેટિક ગ્રુપ તરીકે, કર્મચારીઓ ગ્રુપની ઇક્વિટીનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

આ સોદામાં સ્પાઇસ રૂટ લીગલ, ટ્રાન્ઝેક્શન સ્ક્વેર, Bhate and Ponkshe, ANRK & Associates અને LegaLogic Consulting એ કાનૂની અને કરવેરા સલાહકાર તરીકે કામગીરી કરી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભેળસેળ યુકત તાડીનું વેચાણ થઈ રહ્યું છે…? જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્ટિગા કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ..

ProudOfGujarat

દુ:ખદ વાદળ ફાટ્યા પછી, બાબા પ્રિયમસ્વામીજી ભક્તોને સમર્થન અને પ્રાર્થના કરવા અમરનાથ પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!