Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ 
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છેજેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ વેડચપ્રાથમિક શાળા કહાનવા ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિકાસ ગાથાને ગામેગામ પહોંચાડતા વિકાસ રથનું જંબુસર તાલુકાના ગાંધી આશ્રમવેડચ, પ્રાથમિક શાળા કહાનવા ગામે ગામમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસકામોની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત પણ આ તકે કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ‘વોકલ ફોર લોકલના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ સ્થળ પર વૃક્ષારોપણ કર્યું હતું.

Share

Related posts

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

ભરૂચની મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે ગુપ્તી અને ચપ્પુથી હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરાતા પોલીસમાં ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!