Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર, ચંદ્રયાન-3 ની લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ

Share

દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.

આજે બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે

Advertisement

ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.

ચંદ્ર પર લેન્ડિંગમાં ફેરફાર થઈ શકે છે

ચંદ્રયાન-3 નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.

ઓર્બિટર ચંદ્રયાન-3 સાથે નહીં જાય

ચંદ્રયાન-2 ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.

ISROનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ

ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને ‘ફેટ બોય’ પણ કહે છે. ઓગસ્ટના અંતમાં ‘ચંદ્રયાન-3’નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાની યોજના બનાવાઈ છે.

જો મિશન સફળ થશે તો ભારત ભરશે હરણફાળ

જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ ગુરુવારે (13 જુલાઈ) એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘LVM3M4-ચંદ્રયાન-3 મિશન: આવતીકાલે (શુક્રવાર-14 જુલાઈ) 14.35 કલાકે (2:35 PM) પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.


Share

Related posts

ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

ProudOfGujarat

ભરૂચ બી ડિવીઝન પોલીસ મથક ખાતે શોર્ટ સર્કિટનો બનાવ બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!