Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.

Share

જીએસટી રિફોર્મ અંગે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ હતો.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રીફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારા જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિર્ફોમ જાણકારી આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ હતો. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારી ઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જન સંપર્ક કર્યો હતો. આ પ્રસંગે શહેર ના વ્યાપારી વર્ગ, ઉદ્યોગ સાહસિકો. તબીબ સહીત વિવિધ ક્ષેત્રે ના વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની HDFC બેંક પાસેથી એક્ટિવાની ડેકીમાંથી અઢી લાખની રોકડ રકમની ઊંઠાતરી… જુવો સીસીટીવી

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદી કિનારે બાવળની ઝાડીમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેકટરે ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેલા 28 કર્મચારીઓને નોટિસ આપી.જિલ્લા કલેકટરના આદેશ બાદ રાજપીપલા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તમામને કારણ બતાઓ નોટિસ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!