Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ ઝાડેશ્વર ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ ની જિલ્લાકક્ષાની ઉજવણી

Share

ભરૂચ
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫નું આયોજન તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ સવારે ૯:૪૫ કલાકે કરવામાં આવ્યું છે. જેનો આશય પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, પશુ આરોગ્ય મેળો, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન, આધુનિક કૃષિ ટેક્નોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન, વિવિધ કૃષિ સહાય યોજનાઓની જાણકારી તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં નવી તકનિકીનો લાભ આપવાનો છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉજવણી કરાશે. ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૌશિકભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ પ્રસંગે, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, અધયતન ટેક્નોલોજી સાથેનું કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળો, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન, તેમજ યોજનાકીય માહિતી અને લાભ વિતરણ કરાશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Share

Related posts

રાજકોટ-કરણપરા વિસ્તારમાં બની ચિલઝડપની ઘટના સોના- ચાંદીનો વેપાર કરતા વેપારીના હાથમાંથી થેલો ઝૂટવી 20 કિલો ચાંદી અને 1.5 તોલાના ઘરેણા લઈ 3 બાઈક સવાર ફરાર….

ProudOfGujarat

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે વયોવૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટિક અર્પણ કરાઈ

ProudOfGujarat

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!