વહેલી પરોઢે જ ધુમ્મસ ને લઇ વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી અનુભવી હતી. શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો અનુભવ થયો હતો.
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય બાદ અંકલેશ્વર પંથકમાં ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. આજે સવારે અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી માં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સવારના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો ચોમાસાની વિદાય સાથે જ અંકલેશ્વરમાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
Advertisement
