Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે વાહનો ના એડવાન્સ બુકિંગ રૂપિયા લઇ 12 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ને જીઆઇડીસી પોલીસ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Share

સુરત ના શોરૂમ જોડે ઘરોબો ધરાવતા એજન્ટ નિલેશ નાયક અને અન્ય બે સાગરીતો 3 લાખ ઉપરાંત ની છેતરપિંડી કરી હતી. વાહના ક્રાઈસીસ વચ્ચે એડવાન્સ બુકિંગ ના રૂપિયા પોતાના ખાતા માં મેળવી છેતરપિંડી કરી હતી.

વર્ષ 2013 માં સુઝુકી કંપની ની ફોર વહીલ ગાડી ક્રાઈસીસ વચ્ચે ગાડી ખરીદવા ઇચ્છુક અંકલેશ્વર ના ઈસમ પાસે ગાડી અપાવવા માટે એડવાન્સ બુકી માટે 3 લાખ રૂપિયા પોતાના ખાતામાં મેળવી ગાડી ના આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર ના નિલેશ નાયક અને અન્ય 2 ઈસમો સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ગુના માં અગાઉ 2 આરોપીની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી હતી. જો કે આ ગુના માં નિલેશ નાયક છેલ્લા 12 વર્ષથી પોલીસ ધરપકડ થી બચી ફરાર હતો. જે ફરાર આરોપી ને ઝડપી પાડવા માટે જીઆઇડીસી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલ ની ટીમ કામે લગાવી હતી.નિલેશ નાયક ( રહે. ગ્રીન સિટી સોસાયટી, કીકરલા, તા. પારડી, જી. વલસાડ) અંગે જીઆઇડીસી પોલીસ ટીમને બાતમી મળી હતી તે વલસાડ ખાતે તેના નિવાસ્થાને છે. જે માહિતી આધારે જીઆઇડીસી પોલીસ ની ટીમ વલસાડ પહોંચી નિલેશ નાયકને તેના વલસાડ સ્થિત ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વિશ્વાસઘાત અને છેતરપિંડી ના ગુના માં 12 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. નિલેશ નાયક વાહન લે વેચ ની દલાલી કરી રહ્યો હતો. જે દરમિયાન છેતરપિંડી આચરી હતી.

Advertisement

Share

Related posts

ગાંધીનગર-રાજયના પાટનગર ગાંધીનગરનો આજે ૫૪મો જન્મદિવસ…

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર પંથકમાં વધુ પાંચ બાંગ્લાદેશી ઝડપાયાં, ડિપોર્ટ કરવાની કવાયત શરૂ 

ProudOfGujarat

નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧ બેઠકોની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!