Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોર્ટમાં લવાયેલાં સબજેલના કેદીએ હંગામો કરતાં પોલીસ ફરિયાદ

Share

કોર્ટમાં અપશબ્દો ઉચ્ચારવા સાથે બુમરાણ કરતો હોઇ કાર્યવાહી

ભરૂચ

Advertisement

અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબરલ મયુર હરીભાઇ તેમની કેદી પાર્ટીની ફરજ હોઇ ભરૂચ હેડક્વાટર્સ ખાતે આવ્યાં હતાં. દરમિયાનમાં તેમને કેદી પાર્ટીની નોકરીની વહેચણી થતાં તેઓ તેમજ તેમની સાથે કોન્સ્ટેબલ યશપાલસિંહ ભરૂચ તાલુ કા પોલીસ સ્ટેશનના ગુનાના આારોપી અલ્તાફહુસેન હમીદ ઇબ્રાહિમ શેખ (રહે. લલ્લુભાઇ ચકલા, ભરૂચ. મુળ રહે. ખંભાત, આણંદ) ને ભરૂચ સબજેલથી ભરૂચના એડિ. જ્યુ. મેજી. ફ. ક. સા.ની કોર્ટ રૂમ નંબર 115 ખાતે રજૂ કરવાનો હોઇ તેને લઇને કોર્ટમાં પહોંચ્યાં હતાં. કોર્ટરૂમમાં આરોપીના કઠેડામાં તેને બેસાડવામાં આવ્યો હતો. કોર્ટમાં સાક્ષીઓની જુબાની ચાલી રહી હતી. તે વેળાં તેણે અચાનક ત્યાં બેઠો બેઠો બુમાબુમ કરવા લાગ્યો હતો.જેથી બોર્ડ ક્લાર્કે તેને બેસાડવા કહેતાં તેને કોર્ટ રૂમની બહાર બેસાડવામાં આવ્યો હતો.દરમિયાનમાં તે શાંત થતાં બોર્ડ ક્લાર્કે તેને અંદર બેસવા કહેતાં તેને અંદર બેસાડેલો હતો. 15 મિનીટ સુધી શાંત બેઠાં બાદ તેણે પુન: બુમાબુમ કરીને અપશબ્દો ઉચ્ચારી કોર્ટ પ્રોસિડીંગની કામગીરીમાં રૂકાવટ ઉભી કરી હતી. તેને શાંત પાડવાનો પ્રયાસ કરવા જતાં તેણે કોન્સ્ટેબલ યશપાલને નખોરિયા ભરીદીધાં હતાં. કોર્ટે તેને હાથકડી બાધંધવા કહેતાં તેઓ તેને હાથકડી પહેરાવા જતાં તેણે તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેમાં મયુરભાઇને પણ ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે કોર્ટે મામલામાં સખત કાર્યવાહી કરવાની સુચના આપતાં તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ભરૂચ સિટી પોલીસનાં કાર્યક્ષેત્રમાં કાંટા ધરાવતું ફૂલ ગુલાબી પ્રોહીબિશનનું ચિત્ર… ઉપર આંકડાકીય માયાજાળમાં કામગીરી દેખાય જયારે વાસ્તવમાં ગલીગલી બુટલેગરોનું શોર.

ProudOfGujarat

રાજપારડી પંથકનાં ગામમાં બહારથી આવેલી વ્યક્તિઓનાં પરિવાર હોમ કોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat

‘ટાઈગર ઝિંદા હૈ’ના 5 વર્ષ પૂરા થવા પર સજ્જાદ ડેલાફ્રૂઝે સલમાનને યાદ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!