ભરૂચ
આમોદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાના કામે કબ્જે કરેલ વાહનોના કોર્ટ કેસ નિકાલ થયેલ હોય તેવા વાહનો માલીકો સ્વીકારવા માંગતા ન હોય તેવા કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ મામલતદાર આમોદ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જંબુસર નાઓની હાજરીમાં તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ કલાક ૧૧/૦૦ વાગ્યે આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ આઉટ પોસ્ટના કંપાઉન્ડમાં જાહેર હરાજી કરવાનુ નક્કી કરેલ છે. જેમાં GJ06 BS 9319 હીરો સ્પ્લેન્ડર મો.સા, GJ-06-BS-5612 એક કાળા કલરની બજાજ ડીસ્કવર, GJ 05 AK 9812 એક જુનુ TVS કંપની નુ મો.સા નંબર, GJ-23-S- 5446 મરૂન કલરનું એકટીવા સ્કુટર GJ 05 SK 4080 એક્ટીવા તેમજ GJ 16 C- 4035 વાદળી કલરની મારૂતી ફંટી રજી.નં ઉપરોક્ત વાહનોની જાહેર હરાજી આમોદ પોલીસ સ્ટેશનમાં થનાર છે. વધુ વિગતો માટે ૦૨૬૪૧૨૪૫૩૩૩ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. તેમ પોલીસ ઈન્સપેક્ટર આમોદ પોલીસ સ્ટેશન આર.બી. કરમટીયા દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.
