Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગલેન્ડા ગામે ગાંજો વેચતા બે અને આપનાર ભરૂચના બે ઝડપાયાં

Share

એસઓજીની ટીમે દરોડો પાડી ૧.૦૯૦ કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો

ભરૂચ.

Advertisement

ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે રહેતાં અને ગાંજાનો વેપલો કરતાં બે શખ્સોને ઝડપી પાડયા હતાં. ટીમે તેમની પાસેથી કુલ ૧,૦૯૦ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ટીમે બન્ને વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી તેમના અન્ય બે સાગરિતોને પણ ઝડપી પાડયા છે.

ભરૂચના દહેજ પંથકમાં ઔદ્યોગિક વસાહતને કારણે અન્ય રાજ્યમાંથી આવતાં પરપ્રાંતિયોનો વસવાટ પણ વધ્યો છે. જોકે, તેની સાથે સાથે એમપી, યુપી, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી આવેલાં શ્રમિકોની સંખ્યાની સાથે સાથે શહેર જિલ્લામાં ગાંજાના વેપલો પણ ફુલ્યો ફાલ્યો છે. ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વાગરા તાલુકાના દહેજ નજીક આવેલાં ગલેન્ડા ગામે નુરાની મરજ્જદની સામે રહેતા રતનપુરી ચંદન પુરી ગૌસ્વામી તેમજ તેના મકાનમાં સાતે રહેતો યુનુસ ચંદ્રસંગ અનારસંગ ખાન ભેગા મળીને ગાંજાનો વેપલો કરે છે. જેથી ટીમે તેમના ઘરે દરોડો પાડતાં કુલ ૧.૦૯૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. ટીમે ગાંજો તેમજ બે મોબાઈલ મળી કુલ ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં રતનપુરીએ જણાવ્યું હતું કે તે ભરૂચના મક્તમપુર સૈયદવાડ વિસ્તારમાં રહેતાં અલ્તાફ હુસેન ગુલામ રસુલ શેખ પાસેથી ગાંજો લાવ્યો હતો. જેથી પોલીસે અલ્તાફ અને તેની સાથેના મહમદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ (રહે. કસ્બાતીવાડ, અંક્લેશ્વર, મુળ, રહે. દાંડિયાબજાર, ભરૂચ)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર : ઝોમેટો રોઇડર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

કોરોનાનાં કહેર વચ્ચે રાજપારડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!