Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાની તારીખ જાહેર

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા 11 મી માર્ચથી 26 મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024 થી તા.26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મકતમપુર ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં ગેટ નજીક કર્મચારીઓ માસ સીએલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું…

ProudOfGujarat

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટીમાંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!