Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રથમ પત્નીની હકિકત છુપાવી હિન્દુ યુવતિનું શારીરિક શોષણ કરનાર મુસ્લિમ યુવાન ઝબ્બે

Share

ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ વેળાં મુસ્લીમ યુવાન પરીચયમાં આવ્યો હતો

। ભરૂચ ।

Advertisement

ભરૂચની એક યુવતિ એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તે સમયગાળામાં હોસ્પિટલમાં જ કામ કરતો એક મુસ્લીમ યુવાન તેના સંપર્કમાં આવ્યો હતો. તેણે પોતે અપરીણિત હોવાનું જણાવી યુવતિ સાથે મૈત્રી કેળવ્યાં બાદ તેને પોતાના પ્રેમજાળમાં ભોળવી હતી. સમયાંતરે તેણે તેની પહેલી પત્ની હોવા છતાં હિન્દુ યુવતી  સાથે ખોટું નિકાહનામું કરી તેને પત્ની તરીકે રાખી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરની એક યુવતિ એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. ત્યાં ડોક્ટરની ગાડી પર ડ્રાઈવર તરીકે કામ કરતાં ફકરુદ્દીન ઉર્ફે હૈદર વસિયત સૈયદે તેની સાથે મૈત્રી કરી હતી. એક બીજા સાથે પરીચય થતાં તેમણે પોતાના મોબાઈલ નંબર પણ શેર કર્યા હતાં. જે બાદ તેણે હિન્દુ યુવતિને મોબાઈલ પર મેસેજ કરવાના શરૂ કર્યાં હતાં. તે પોતે કુંવારો હોવાનું જ જણાવતો હતો. દરમિયાનમાં તેણે યુવતીને લગ્નની વાત કરતાં યુવતીએ તેઓ અલગ અલગ ધર્મના હોવાને કારણે તેઓ માત્ર વાતચીત કરતાં હતાં. અરસામાં ફકરૂદ્દીન સૈયદે તેની પાસેથી અનેકવાર રૂપિયા પણ લીધાં હતાં. તેમના ડોક્ટર વડોદરા રહેતાં હોઈ તેઓ જયારે તેમના ઘરે જતાં ત્યારે ફકરુદ્દીન તેને હોટલમાં લઈ જઈતેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. દરમિયાનમાં ફકરુદ્દીનની પ્રથમ પત્નીની બહેને તેને ફોન પર તેના બનેવી ફકરુદ્દીનને ફસાવ્યાનું જણાવી ધમકાવતી હતી. બીજી તરફ ફકરુદીને ખોટું નિકાહનામું પણ બનાવ્યું હતું. દરમિયાનમાં હોસ્પિટલમાં મામલો પહોંચતાં તે નોકરી છોડી ભાગી ગયો હતો. ઘટનાને પગલે તેણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ભરૂચ એસસીએસટી સેલના ડીવાયએસપી અનિલ સિસારાએ શરૂ કરી હતી. દરમિયાનમાં તેમની ટીમે ફકરૂદ્દીન ઉર્ફે હૈદર વસિહત સૈયદની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

મદદ કરવાના બહાને ATM કાર્ડ મેળવી તેને બદલી લઈ પિન નંબર મેળવી રૂપિયા ઉઠાવી લેતા ભેજાબાજને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!