Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે.

Share

બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાદમીવાળી ટ્રક નંબર NL-01-L-7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વિદેશી દારૂનો મોટો જથ્થો કરછના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી વરિના હુસૈન સાત શિપ્રા નદીને સાફ કરવા માટે ઉત્તરાખંડ વન વિભાગની યાત્રામાં જોડાય

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચૂંટણી સંગ્રામ: કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી ફોર્મ પરત ખેંચાવ્યાના આક્ષેપ

ProudOfGujarat

સુરતઃબે બાળકની માતા જયપુરની ડયુઆથ્લોનમાં લેશે ભાગ, રોજ 4 કલાક કરે છે પ્રેક્ટિસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!